Home> India
Advertisement
Prev
Next

રાહુલ ગાંધી પર રવિશંકર પ્રસાદનો પલટવાર, કહ્યું-'તેમનું તો કોંગ્રેસની સરકારો પણ સાંભળતી નથી'

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી દ્વારા લોકડાઉનને ફેલ ગણાવનારા નિવેદન પર પલટવાર કર્યો છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે જ્યારથી કોરોનાની દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ પેદા થઈ છે, ત્યારથી રાહુલ ગાંધી દેશના સંકલ્પને આ લડાઈ મુદ્દે નબળી કરવાની કોશિશ કરી રહ્યાં છે. તેઓ હળાહળ જૂઠ્ઠુ બોલી રહ્યાં છે. ખોટા નિવેદનો આપીને તથ્યોને તોડી મરોડીને રજુ કરવાની કોશિશ કરી રહ્યાં છે. 

રાહુલ ગાંધી પર રવિશંકર પ્રસાદનો પલટવાર, કહ્યું-'તેમનું તો કોંગ્રેસની સરકારો પણ સાંભળતી નથી'

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી દ્વારા લોકડાઉનને ફેલ ગણાવનારા નિવેદન પર પલટવાર કર્યો છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે જ્યારથી કોરોનાની દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ પેદા થઈ છે, ત્યારથી રાહુલ ગાંધી દેશના સંકલ્પને આ લડાઈ મુદ્દે નબળી કરવાની કોશિશ કરી રહ્યાં છે. તેઓ હળાહળ જૂઠ્ઠુ બોલી રહ્યાં છે. ખોટા નિવેદનો આપીને તથ્યોને તોડી મરોડીને રજુ કરવાની કોશિશ કરી રહ્યાં છે. 

fallbacks

રવિશંકર પ્રસાદે કહ્યું કે, 'રાહુલ ગાંધી સમજ્યા વિચાર્ય વગર કઈ પણ બોલે છે. તેઓ કોઈ હોમવર્ક કરતા નથી. મજૂરોના મુદ્દે પણ તેઓ ફક્ત રાજકારણ રમી રહ્યાં છે બીજુ કઈ નથી. રાહુલની વાત તો કોંગ્રેસની સરકારો પણ સાંભળતી નથી. ભીલવાડા મોડલ માટે સોનિયાએ રાહુલને શ્રેય આપ્યો હતો. જ્યારે ત્યાંના સરપંચે જ એવું કહ્યું હતું કે લોકોના સહયોગથી આ બધુ થયું હતું. વાયનાડને તેમણે કોરોનાની લડાઈમાં સૌથી સફળ ક્ષેત્ર ગણાવ્યું હતું અને તે પણ સ્વાસ્થ્ય મંત્રાલયનો હવાલો આપીને, જ્યારે હકીકત એ હતી કે વાયનાડ કેરળમાં હોટસ્પોટ બની બેઠેલુ હતું.' 

જુઓ LIVE TV

રવિશંકર પ્રસાદે કહ્યું કે, 'રાહુલ ગાંધી મહારાષ્ટ્ર સરકારની નિષ્ફળતાઓથી ભાગી રહ્યાં છે. મહારાષ્ટ્ર અંગે રાહુલ કહે છે કે નિર્ણયમાં અમે સામેલ નથી. તેનો અર્થ એક થયો કે મહારાષ્ટ્ર સરકારની નિષ્ફળતાથી તેઓ બચવા માંગે છે. તેઓ અમને શિખામણ આપતા પહેલા પોતાની રાજ્ય સરકારોનું કામ જુએ.'

પલટવાર કરતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, 'તેમણે દીવો પ્રગટાવવાની અપીલની પણ મજાક ઉડાવી. દેશની એક્તાને તોડવાની પૂરેપૂરી કોશિશ કરી. એટલું જ નહીં મજૂરો પર ટ્વીટ કરીને ડ્રામા પણ કર્યો.'

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More